બાદ તમને કરુણાનો ભાવ જાગ્યો? શ્રદ્ધા છે કે ક્રોધ પર કરુણાનો વીજય થયો હશે.

ભગવાન બુદ્ધ યશોધરા સાથે વાત કરી રહહ્યા હતા. પુર્વામની પત્ની યશોધરા દીક્ષા લીધા પછી ભીક્ષુણી બનીને સંઘમાં જોડાઈ ચુકી હતી. કોઈ વીરલ પળે એણે બુદ્ધને પ્રશ્ન પુછ્યો: “ભગવન ! તમારી ઉત્કટ સાધનાનાં વર્ષો દરમીયાન હું તમને ક્યારેક યાદ આવતી હતી ખરી?” તથાગતે સ્મીત વેરીને જવાબ આપ્યો: “હા, તું મને યાદ આવતી હતી. સરોવરનાં નીર્મળ જળ પર પુર્ણીમાની રાતે ચંદ્ર નાં કીરણો પરાવર્તન પામે ને જે ચળકતો પટો સર્જાય તેમાંથી પસાર થઈ જતી સફેદ સઢવાળી નૌકાની માફક તું મારા ચીત્તમાંથી પસાર થઈ જતી હતી.” આજનો કયો સાધુ આટલી નીખાલસતા બતાવી શકે?

સાધુજીવનમાં ખલેલ પહોંચાડે તેવી બાબતો એટલી બધી વધી પડી છે કે કોઈ સાધુ સેક્સનું ખાનગી આક્રામણ ખાળી ન શકે. એવી છાપ પડે છે કે દ્રૌપદી પોતે જ પોતાનાં વસ્ત્રાહરણ માટે તૈયાર છે. બધી જાહેરખબરોમાં


20 of 147

એને સહેલાઈથી છેતરી શકે છે. ભોળી ઉદારતા અને ભોટ મુર્ખતા વચ્ચેનો વીવેક ગુજરાતણો ખુબ સહેલાઈથી ગુમાવી બેસે છે. પ્રબુદ્ધ ગુજરાતી ગૃહીણી પાસે સારાં પુસ્તકો અને સારાં સામયીકો વાંચવાનો સમય હોય છે. ભોટ મુર્ખતા ધાર્મીક વેવલાવેડામાં રાચતી જણાય છે. ધીરે ધીરે અંધશ્રદ્ધા ઘટતી જશે અને યોગ તથા ધ્યાનનું પ્રમાણ વધતું જશે.

ગુજરાતી ગૃહીણીના શબ્દકોશમાં કેટલાક અગત્યના શબ્દો છે: દેરાણી, જેઠાણી, નણંદ, ભોજાઈ, માસી, કાકી, ફોઈ ઈત્યાદી. એના શબ્દકોશનો સૌથી સંકુલ શબ્દ “સાસુ' છે. પછીના નંબરે માસીસાસુ,


20 of 244