* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
શાહ
લેખકના પ્રસીદ્ધ પુસ્તક “મરો ત્યાં સુધી જીવો'માંથી પહેલું પ્રકરણ પાન 1થી 5 ઉપરથી સાભાર...
આ પુસ્તક વીશે એક નોંધ : “મરો ત્યાં સુધી જીવો' પુસ્તક અનેક રીતે અનન્ય છે. 2004માં એની પહેલી આવૃત્તી છપાઈ 2250 નકલોથી. અત્યારે મારા હાથમાં ઓગસ્ટ 2017માં પુનર્મુદ્રીત થયેલી તેની તાજી આવૃત્તીનું પુસ્તક છે. “ગુજરાતી બેસ્ટસેલર' તરીકે નામના મેળવનાર આ પુસ્તકની લગભગ 65 હજાર જેટલી નકલો વેચાઈ છે. ગુણવન્ત શાહનાં દીકરી ડૉ. મનીષા મનીષે એનું સમ્પાદન કર્યું છે. “સન્ડે ઈ.મહેફીલ'ને