* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
માણસને કેટલાક એવાં સત્યો જડે છે, જેનો સ્વીકાર મેડીકલ સાયન્સ પણ કરે છે. ધ્યાન પણ આરોગ્ય માટે ઉપકારક છે, એવું હવે સ્વીકારાય છે. અદેખાઈ કરનારને એસીડીટી થવાનો સંભવ વધારે રહે છે. ચપળતા સારી; પણ બીનજરુરી ઉતાવળ અને હાયવોય રોગની આમન્ત્રણપત્રીકા બની રહે છે. મન અને શરીર વચ્ચેની પરસ્પરતાની એક સાબીતી રોગ છે અને બીજી સાબીતી આરોગ્ય છે. ડૉક્ટરો ક્યારેક તાણમાં રહેતા હોય છે. જોખમકારક ઓપરેશન કરતી વખતે ડૉક્ટર ખાસી તાણમાં હોય છે. ડૉક્ટર માટે તે પ્રોફેશનલ હેઝાર્ડ (વ્યાવસાયીક