* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

છે. એ અણસારા જો આપણને શબ્દોના માધ્યમથી કે કમ્પ્યુટર દ્વારા મળ્યા હોત તો આપણી સમજમાં ઝટ આવી જાત. પ્રકૃતીના અણસારા સાવ બોલકણા નથી હોતા. એ જ રીતે કોઈ ખોટું કામ કરતી વખતે પણ માંહ્મલાના અણસારા મળે છે. પ્રકૃતીના આવા સુક્ષ્મ અણસારા, એ તો માંહ્યલાએ મોકલેલા અણસારા ગણાય. આવા અણસારાની અવગણના કરવી એ પણ એક પ્રકારની “નાસ્તીકતા' ગણાય. “તબીયત સારી છે' એમ કહેનાર વાસ્તવમાં કહી રહ્યો હોય છે કે : 'ભગવાનની કૃપાથી તન, મન અને માંહ્યલાને શાન્તી છે.”

જાગી ગયેલા માણસને


192 of 244