પકડાયેલા સાધુઓ પ્રત્યે વળી કરુણા શા માટે ? બસ, એટલા માટે કે તેઓની જગ્યાએ કદાચ આપણે પણ એમ જ કર્યું હોત. ફળીયામાં ચોરી કરતા પકડાયેલા ચોરને જાહેરમાં તમાચા મારવામાં વધારે પડતો ઉત્સાહ દાખવનાર માણસ પ્રચ્છન્ન ચોર હોય એવી સંભાવના વધારે રહે છે. ખલીલ જીબ્રાન લેબેનોનના મસીહા હતા. તેઓ મહાત્મા હતા તે સાથે સ્ત્રીઓ પાછળ દીવાના હતા. એમના પ્રેમસંબંધો એમના સાધુપણામાં ગોબો પાડનારા નહોતા. ભારતીય દૃષ્ટીએ તેઓ બ્રહ્મચારી નહોતા, તેથી જ કદાચ આવા સુંદર શબ્દોમાં પોતાની કરુણા પ્રગટ કરી શક્યા.
“અનીષ્ટ બીજું કંઈ નથી, ઈષ્ટને જ્યારે ભુખે મારવામાં આવે અને તરસે તડપાવવામાં આવે ત્યારે તે અનીષ્ટ બની જાય છે. જ્યારે ભુખ અસહ્યળ બને ત્યારે ઈષ્ટ તો અંધારી, અવાવરુ ગુફામાં પણ ખોરાકની શોધમાં ઘુસી જાય છે. જ્યારે એ તરસે મરતું હોય ત્યારે વાસી- ગંધાતું પાણી પણ પી લે છે.'
બોલો! આ શબ્દો વાંચ્યા પછી સ્વામીનારાયણના સાધુઓના કૌભાંડ
જાણે ! એ જ ગૃહીણી અન્ય માટે ઘસાઈ છુટવામાં પણ પાછી પાની ન કરે. ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે પોતાના મીત્રપરીવારને ભાવતી વાનગીઓ પીરસતી વખતે અજાણ્યા પ્રવાસીને પણ પેપરડીશ આપીને ખાવાનો આગ્રહ કરનારી સ્ત્રી જોવા મળે, તો તે ગુજરાતણ હોવાની શક્યતા ઘણી વધારે છે.
સુખી ગુજરાતણ ક્યારેક વધારે પડતી આવકને પહોંચી વળવા માટે ખોટા ખર્ચા કરવામાં રાચતી થઈ છે. સાડીની ભવ્ય દુકાનોમાં વેપારી એના હાથમાં કોકાકોલાની બાટલી પકડાવી દઈને એની પર્સનું વજન હળવું કરી નાખે છે. ક્યારેક કોઈ કહેવાતા સાધુબાવા