* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

શબ્દ પ્રયોજે છે. પ્રત્યેક માણસ પોતાની આગવી “પ્રકૃતી' લઈને જનમ્યો છે. “પ્રકૃતી' કેવળ શારીરીક નથી હોતી; એ માનસીક અને આધ્યાત્મીક પણ હોય છે. માણસ પોતાની “પ્રકૃતી'ને પામી જાય તો અડધા રોગો આપોઆપ ટળી જાય, ક્રોધી પ્રકૃતીનો માણસ રોગને આમન્ત્રણ આપતો હોય છે. અશાંત પ્રકૃતીનો માણસ બ્લડપ્રેશરને નોતરતો હોય છે. જુઠું બોલનારને ખબર પણ નથી પડતી કે પ્રત્યેક જુઠ એના મનો-આધ્યાત્મીક લયને ખોરવે છે. રોગ એટલે જ લયનું ખોરવાવું. આમલોકો જેને “તબીયત' કહે છે, તે માત્ર શારીરીક બાબત


189 of 244