* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
આવતાં પહેલાં શી શી કાળજી રાખીને આવ્યા છે! એ વક્તાનો દેખાવ-દમામ જુઠો છે. એ તો અંદરથી ખવાઈ ગયો હોવા છતાં; ટટ્ટાર હોવાનો ડોળ કરી રહ્યો છે. શ્રોતાઓ તાળી પાડે ત્યારે અંદરથી ન ફુલાય તેવો વક્તા બનવાનું હજી બાકી છે. “થોડી સી બેવફાઈ'- એક કવીતા ઉગી છે. એ પ્રતાપ પણ સ્ટીરોઈડનો હશે કે શું? એ કવીતાની પ્રેરણા, ભક્તકવી પ્રીતમના જાણીતા ભજન “હરીનો મારગ'માંથી પ્રાપ્ત થઈ છે. ભાવના પ્રગટ થાય ત્યારે “અકવીતા' પણ સાર્થક થતી હોય છે. સાંભળો :
“દવાનો મારગ છે શુરાનો,
નહીં કાયરનું