એ પરમ પવીત્ર અને આનંદપુર્ણ ભેટ છે. ગીતામાં કૃષ્ણ કહે છે: “જે સેક્સ ધર્માનુકુળ હોય તે હું છું.'

ક્યાંક સાધુઓનું સેક્સકૌભાંડ બહાર આવે છે ત્યારે લોકોને ક્રોધ ચડે છે. લોકો બદનામ સાધુઓને ગાળો દે છે; પરંતુ બદનામ સીસ્ટમની નીંદા કરતા નથી. ભ્રષ્ટ સાધુઓ પ્રત્યે ભારોભાર કરુણા જાગવી જોઈએ. તેઓ બીચારા એવી અપ્રાકૃતીક, અવૈજ્ઞાનીક અને અવૈદીક ગોઠવણમાં ભરાઈ પડ્યા, જેમાં સ્ત્રીને જોવાનું પાપ ગણાયું; પણ મીડીયાના સાણસામાં ન સપડાયેલા અસંખ્ય કૌભાંડોનું શું? ભુખ, તરસ અને સેક્સ જેવી પાયાની માનવ જરુરીયાતોનો સ્વીકાર ન કરનારા સંપ્રદાયો દુનીયાભરમાં સડી ચુક્યા છે. પાશ્વીમના ખ્રીસ્તી પંથના એક વડા ધર્મગુરુ બે બાળકોના પીતા બન્યા બાદ ગયા વર્ષે અન્ય પુરુષ સાથે પરણી ગયા હતા. તંદુરસ્ત સમાજનું નીર્માણ તંદુરસ્ત સેક્સના સ્વીકાર વગર શક્ય જ નથી. ધર્મગુરુઓના શમણાંની વીડીયો કેસેટ જોવા મળે તો! હીંદુ સ્ત્રીઓ છેતરાવા માટે આતુર શા માટે?

સેક્સ કૌભાંડમાં


18 of 147

સ્વાદ પણ ભળે છે. ક્યાંક મોટરબાઈકને લારી સામે ખડી કરી દઈને બે સીટ પર બેઠેલાં બે યુવાન હૈયાં જોવા મળે ત્યારે મનોમન કળીયુગની પ્રશંસા થઈ જાય છે. ધીરેધીરે ગુજરાતની ગૃહીણી પતીની કહ્યાગરી મટીને પાર્ટનર બનતી જાય છે. સ્વચ્છતા અને સુઘડતામાં વૈષ્ણવ સ્ત્રીને કોઈ ન પહોંચે. મહેમાનગતીમાં પટલાણીને કોઈ ન પહોંચે. શુદ્ધઉચ્ચારની બાબતે નાગર સન્નારીને કોઈ ન પહોંચે. નીર્મળ સ્મીત વહેતું મુકવામાં આદીવાસી સ્ત્રીને કોઈ ન પહોંચે. ગુજરાતી ગૃહીણી પૈસા કમાઈ જાણે, પૈસા ખરચી જાણે અને વળી પૈસા બચાવી પણ


18 of 244