* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
સ્ટીરોઈડ લેવાની સલાહ ! બાપ રે બાપ ! આંટાફેરા શરુ થઈ ગયા અને વાતચીતમાં બસ, કફ મહાશયની જ ચર્ચા ! સ્ટીરોઈડ લેવાનું શરુ થયું; ત્યાં સ્ફર્તી જ સ્ફરર્તી મહાભારતનું ભાષ્ય લખવાની મજા ઓર વધી ગઈ. કાર્યક્ષમતામાં જાદુઈ વધારો અને બંદા ખુશ ખુશ ! એ સ્ટીરોઈડે માનસીકતા બદલી નાખી. સ્ફુર્તી વધી તેને મેં 'હરામની કમાણી' ગણાવી. એ સ્ટીરોઈડને કારણે કફ ગાયબ થયો અને જીવનનો આનંદ હતો તેમાં વધારો થયો. સ્ટીરોઈડથી થતું નુકસાન પણ, પેલી એન્ટી- બાયોટીક્સની જેમ જ ત્રીજટાના કુળનું છે. સ્ટીરોઈડનું