* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
તેથી એની સાઈડ-ઈફેક્ટની વાતો કરી કરીને એના પર માછલાં ન ધોશો. પેઈન-કીલરની ગોળી જરુર પડે અવશ્ય લેવી, પરંતુ ઝટપટ ઝટપટ ને હોંશે હોંશે ન લેવી. જેણે પેઈન-કીલરની શોધ કરી એ સંશોધકને લાખ ધન્યવાદ આપજો. એન્ટી-બાયોટીક્સની ગોળીની નીંદા કરવાની ઉતાવળ કરશો નહીં. એના આશીર્વાદ એવા, કે થોડી નબળાઈ આપતી જાય; પણ મુખ્ય પીડા કે દર્દ દુર કરતી જાય.
એન્ટી-બાયોટીક્સનું મેં નામ પાડયું છે: “ત્રીજટા.' લંકાની અશોકવાટીકામાં દુખી સીતાને ત્રીજટા નામની રાક્ષસીએ છુપી મદદ પહોંચાડીને સીતાને