* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

ગૌરવ સાથે મહેમાન તરીકે કહે છે: “ચા લઈશ; પણ ખાંડ વીનાની.' ડાયાબીટીઝે એન્ટ્રી મારી તે પહેલાં એ લલ્લુ આળસુનો પીર હતો અને એક કીલોમીટર છેટે જવું હોય તોય પોતાના પ્રીય ટાંટીયાને તકલીફ આપવા તૈયાર ન હતો. ડાયાબીટીઝ એને એક અનોખું જીવનદર્શન પુરું પાડે છે: “ટાંટીયા તો ચાલતા ને દોડતા જ સારા.' આવા નુતનદર્શનને કારણે ક્યારેક ડાયાબીટીઝનો દરદી જીવન અંગેની સભાનતાને કારણે અને મૃત્યુના ડરને કારણે; લાંબું જીવી જાય છે. શું આ જેવીતેવી વાત છે? આજકાલ હું પ્રીય મીત્ર કાન્તી ભટ્ટનું સ્મરણ


172 of 244