* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

ન માંડશો. ડાયાબીટીઝ ઘણુંખરું ઉપરથી ટપકી પડે છે. તમને લાંબા વારસામાં તે મળ્યો છે અને એમાં તમારો કોઈ જ વાંક નથી. ગળપણ ખાધું તેથી ડાયાબીટીઝ થયો, એવી માન્યતા છીછરી છે. ડાયાબીટીઝ દાખલ પડી ગયો તે તમને કદી પણ નહીં છોડે; નહીં છોડે અને નહીં જ છોડે એનો સ્વભાવ “વફાદાર પ્રીયજન' જેવો છે. દગો દઈને માલીકને મૃત્યુ પહેલાં છોડી દેવાનું એને મંજુર નથી. ડાયાબીટીઝ જાહેર થાય પછી એક સુન્દર ઘટના બને છે. ગાગરીયું પેટ ધરાવતો ખાઉધરો “લલ્લુ' ચાલવાનું શરુ કરે છે અને થોડાક ઠાલા


171 of 244