ન વેઠી શકે. આ સમાજને મૈત્રી વગરનાં લગ્ન ખપે; પરંતુ લગ્ન વગરની મૈત્રી ન ખપે. આ સમાજને દાબદબાણથી થયેલાં લગ્નો ખપે; પરંતુ પરસ્પરની સંમતીથી થયેલા છુટાછેડા ન ખપે. આવા પાંજરાપોળીયા સમાજમાં જીવન ઓચ્છવ મટીને ઉલ્ઝન બની રહે છે. લાખો માણસો કણસે તેય છાનામાનાં.
યહુદી સાધુઓને રબ્બાઈ કહેવામાં આવે છે. ઈઝરાયેલનો એક પણ રબ્બાઈ અપરીણીત નથી હોતો. સાધુઓ તો પરણેલા જ સારા ! સેક્સ કોઈ પણ મનુષ્યનો જન્મસીદ્ધ અધીકાર છે. એ અધીકારની વચ્ચે દુનીયાના જે ધર્મો, સંપ્રદાયો, પંથો અને પેટાપંથો આવ્યા છે ત્યાં મઠોમાં કે ડોર્મેટરીમાં અજવાળામાં ધર્મની અને અંધારામાં સેક્સની બોલબાલા રહી છે. કોઈ રમણ મહર્ષી કે કોઈ વીનોબા બ્રહ્મચર્ય સેવે તે સહજ હોઈ શકે છે. આવા મહામાનવો કરોડની સંખ્યામાં એક કે બે હોઈ શકે છે. બાકીના સૌ માટે સહજપણે સેક્સમુક્ત થવાનું અશક્ય છે. સેક્સ કંઈ માનવજાતની દુશ્મન નથી. ઈશ્વર તરફથી મળેલી
જેમના તેમ રાખવામાં આવ્યા હતા. ભાષાને શું વળગે ભુર, જે રણમાં જીતે તે શુર ! પરદેશોમાં વસનારી ગુજરાતણોએ ત્યાં પણ આપણાં અથાણાં, પાપડ, મઠીયાં, ગાઠીયાં અને ચેવડાને આંતરરાષ્ટ્રીય સ્તરે જીવન્ત રાખ્યાં છે. સુખી ગુજરાતણ હવે ઘરના બનાવેલા પાપડનો આગ્રહ રાખતી નથી. પરીણામે અનેક પરીવારોમાં સ્ત્રીઓને રોજી મળતી થઈ છે. સ્ત્રીમુક્તીમાં સ્કુટરનો ફાળો અનન્ય છે. નોકરીએથી ઘરે આવેલી ગૃહીણી પતી સાથે બહાર ઉપડી જાય છે અને રસ્તા પર ક્યાંક સ્કુટર ટેકવી દઈને ખાવાનું પતાવી દે છે. વાનગીના સ્વાદમાં મુક્ત વીહારનો