* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

કરેલી પદયાત્રા ની મધુર યાદ માં..

મ. જો. પટેલ

દેશી તીથી પ્રમાણે મહાશીવરાત્રી પુજ્ય મહારાજની જન્મતીથી છે. પદયાત્રામાં એ દીવસે હું મહારાજને પગે લાગીને આશીર્વાદ માગતો; કારણ કે દેશી તીથી પ્રમાણે એ મારી પણ જન્મતીથી છે. આદરણીય મોરારીબાપુની જન્મતીથી પણ એ જ છે. જ્યારે પણ તમે “વૈષ્ણવજન' ભજન સાંભળો ત્યારે જરુર યાદ રાખશો : ગુજરાતમાં રવીશંકર મહારાજ થઈ ગયા અને તેઓ ખરા અર્થમાં “વૈષ્ણવજન' હતા.

એમના 'ગાંધીની લાકડી' પુસ્તક (પ્રકાશક : આર. આર. શેઠ, મુમ્બઈ (022-2201


168 of 244