* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
મળવા પણ તૈયાર ન હતા. અમારી પદયાત્રા વલસાડ પાસેના કોસંબા ગામે હતી ત્યાં વર્ષો પછી મોરારજીભાઈનો વીનયપુર્ણ પત્ર મહારાજને મળ્યો. મહારાજે આભીજાત્ય પ્રગટ કરીને સાનુકુળ પ્રતીભાવ આપ્યો. બન્ને મહાનુભાવ વચ્ચે ફરી સુમેળ થયો. પરીણામે મોરારજીભાઈએ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે તેનું ઉદ્ધાટન મહારાજ પાસે કરાવ્યું ! એ પદયાત્રામાં મ. જો. પટેલ અમારી સાથે હતા. એમનું પુસ્તક પ્રગટ થયું તે મને મોકલ્યું તેમાં પોતાના હસ્તાક્ષરમાં લખ્યું છે :
પ્રિય ગુણવંતભાઈ શાહ ને સપ્રેમ : પૂજ્ય દાદા ના સાન્નિધ્ય માં આપણે