* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
મોરારજીભાઈ ગુસ્સે થયા અને એમણે મહારાજને કડવા શબ્દોમાં અપમાનીત કર્યા.( પાદટીપ : મોરારજીભાઈના એ કડવા શબ્દો હું જાણું છું; તોય અહીં લખી શકું એમ નથી - લેખક) બન્ને વચ્ચે બોલવાનો સમ્બન્ધ ન રહ્યો. મહાગુજરાતની ચળવળના પ્રારંભે અમદાવાદમાં ગોળીબાર થયો. ઈન્દુચાચા લોકનેતા હતા. મોરારજીભાઈ ઉપવાસ પર ઉતર્યા. એમની સભા સામે “જનતા કરફ્યુ*નું એલાન થયું. મહારાજ જાણી જોઈને અમદાવાદથી દુર જ રહ્યા. મોરારજીભાઈના ઉપવાસ છોડાવવામાં તેઓ ઘણા મદદરુપ થાય તેમ હોવા છતાં; મહારાજ મોરારજીભાઈને