* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

અને લોકોને ચડાવશો નહીં.' મહારાજ તો સડક થઈ ગયા! થોડી વાર ચુપ રહીને માત્ર એટલું જ બોલ્યા : “તો ત્યાં જમીન લેવા આવજો. હું ત્યાં મળીશ.' સરદાર મહારાજનો મીજાજ પારખી ગયા અને ગ્યાસપુર બચી ગયું !

બીજો પ્રસંગ પુજ્ય મહારાજ મોરારજીભાઈની સામે થયા તેનો છે. 1949-50ના અરસામાં મહારાજ, ઉમાશંકર જોશી અને યશવન્ત શુક્લ ચીન ગયા હતા. ત્યાંની સામ્યવાદી સરકારનાં કેટલાંક પગલાંથી સૌ પ્રભાવીત થયા. મહારાજ દેશ પાછા આવ્યા અને મુમ્બઈમાં મોરારજીભાને નીવાસે મળવા ગયા. ચીનની પ્રશંસા સાંભળીને


165 of 244