* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
વુડ હેવ બીન મધર.' તે દીવસે બાળકોએ મારી મશ્કરી ધરાઈને કરી. એ સ્ત્રી પણ માતા બની ચુકી હતી. મને એક મહાન આપત્તીમાંથી બચાવી લેવા બદલ આજે પણ હું હર્ષકાન્ત વોરાનો આભારી છું. હર્ષકાન્તભાઈ મુમ્બઈની સેંટ ઝેવીયર્સ કૉલેજમાંથી ભણીને એમ. એસસી. થયા હતા અને મેથેમેટીક્સ સાથે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા બાદ ઠક્કરબાપા પાસે પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ જુગતરામ દવે પાસે વેડછી ગયેલા. હું તો બચી ગયો રે બચી ગયો ! આગળ વાત કરી તે ફરીથી કરું? આવો નીખાલસ નાગર મેં જીવનમાં કદી જોયો કે જાણ્યો