* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

રહું છું; છતાં કહું છું કે આશ્રમવાળાની છોકરી લેવામાં બહુ માલ નહીં.' ( પાદનોંધ : આ લખાણ 'દીવ્ય ભાસ્કર'(તા. 15-2-2015)માં પ્રગટ થયું પછી મીત્ર મ. જો. પટેલનો પત્ર મળ્યો. પોસ્ટ કાર્ડમાં લખ્યું હતું : “બારડોલીના આશ્રમમાંથી શ્રી.....ભાઈ પુજ્ય મહારાજ પાસે આવો પ્રસતાવ લઈને આવ્યા હતા ત્યારે હું ત્યાં હાજર હતો.' મને આવી બાબતમાં મહારાજ કરતાંયે હર્ષકાન્તભાઈ વધારે શ્રદ્ધેય જણાયા. ત્યાં જ વાત પુરી થઈ. વર્ષો પછી મેં મારાં બાળકોને રાંદેરમાં કોઈ લગ્નપ્રસંગે એ સ્ત્રી બતાવી અને કહ્યું : “યોર


162 of 244