* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

હું હર્ષકાન્ત વોરા સાથે બેઠો હતો ત્યાં કોઈએ આવીને કહ્યું : “ગુણવન્તભાઈ, પુજ્ય મહારાજ તમને બોલાવે છે.' આશ્ચર્ય થયું; કારણ કે મહારાજ માંડ 25-30 મીટર છેટે કોઈ ઓરડામાં બેસીને રેંટીયો કાંતી રહ્યા હતા. બપોરના ભોજન પછી અમે પદયાત્રીઓ આરામ કરતા અને અમને તરત જ ઉંઘ આવી જતી. મળસકે ઉઠીને દસ-પંદર કીલોમીટર ચાલવાનું થતું તેથી બપોરની ઉંઘ વહાલી લાગતી. મહારાજ કદી બપોરે આરામ કરતા નહીં અને રેંટીયો કાંતવા બેસી જતા. મેં એમને કાંતતી વખતે ઝોકું ખાઈ જતા પણ જોયા હતા.


160 of 244