જાય છે.
લોહીની સગાઈની અને લગ્નસંબંધની બોલબાલા ઘટતી જાય છે અને મનમેળનાં માનપાન વધતાં જાય છે. માબાપની કડકાઈ ઘટતી જાય છે અને સંતાનોની જોહુકમી વધતી જાય છે. ભાખરીની જગ્યાએ બ્રેડ અને ઢેબરાંની જગ્યાએ પીત્ઝાનું ચલણ વધતું જાય છે.
લીંબુનું શરબત એકાએક લીમકા બની જાય છે. યુગલ હોય એવાં કપ-રકાબીની જગ્યાએ વાંઢો “મગ' આવી જાય છે. ઘરેઘરે ગૃહીણીઓ કહેતી થઈ છે: “આજે બહાર જમી આવીએ.' સ્કુટર નારીમુક્તીનું વાહન બની રહ્યું છે.
જુની આંખે નવા તમાશા જોવાની પણ એક મઝા હોય છે. આવી મઝા ન માણી શકે તેવી અવસ્થાને જ ઘડપણ કહેવામાં આવે છે. ઘડપણ મનની અવસ્થા છે.
“વીરાટને હીંડોળે' પુસ્તકમાંથી સાભાર......
* મનુષ્યનો જન્મસીદ્ધ અધીકાર *
કહેવાતા ધર્મના નામે આપણે કેવો રોગી સમાજ રચી બેઠા? એક એવો સમાજ, જે બળાત્કારના અંધારીયા કુવાઓ વેઠી લે; પરંતુ છુટાછવાયાં આકર્ષણનાં રમ્ય ઝરણાં
એક ભુંડો પ્રકાર જ ગણાય. આજની ટી.વી.સીરીયલોમાં કમ્પ્યુટર, મોબાઈલ ફોન અને કંપનીનો કારભાર કરનારી સ્ત્રીઓને કડવાચોથનું વ્રત કરતી બતાવવામાં આવે છે. સંયુક્ત પરીવારમાં જો સતત છળકપટ જ ચાલવાનું હોય તો કહેવું પડશે કે એના કરતાં તો વીભક્ત(ન્યુ ક્લીયર) કુટુમ્બ હોય એ સો દરજ્જે સારું !
ગરવી ગુજરાતણનું નવલું સ્વરુપ મનોહર છે. એક ગૃહીણી ઈન્ટરનેટ પર પરદેશની બહેનપણીને કોઈ વાનગીની રેસીપી મોકલી રહી હતી. અંગ્રેજી લખાણમાં પણ જીરું, અજમો, મરચું, કોપરું અને વઘાર જેવા શબ્દો