* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
આવી રહ્યા છે. કોઈ કારણસર સ્વામી ન આવ્યા. એ તક ગઈ તે ગઈ ! હું કદી સ્વામી આનંદનાં દર્શન ન કરી શક્યો. બીજા સંત કેદારનાથજી તો કીશોરલાલ મશરુવાળાના ગુરુ હતા. કેદારનાથજી બે વાર રાંદેર આવેલા અને એક વાર અમારે ઘરે રહેલા. તેઓ વ્યવહારશુદ્ધી આંદોલન ચલાવતા હતા. એમનું પુસ્તક “વીવેક અને સાધના' વાંચીએ તો ખ્યાલ આવે કે બાહ્યાચાર વીનાનું પરીશુદ્ધ અધ્યાત્મ કેવું હોય.
એક અંગત વાત સંકોચપુર્વક લખી રહ્યો છું. અમારી પદયાત્રા વલસાડ પાસે અતુલની નજીક કોઈ ગામમાં પહોંચી. ભોજન પછી