* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
અને અંગ્રેજી છાપું અચુક વાંચી લેતા. મહારાજ મળસ્કે ચારેક વાગ્યે જાગી જતા; પરન્તુ પથારીમાં બેસીને ફાનસને અજવાળે ગીતાપાઠ કાયમ કરતા. તેમને ગીતા લગભગ કંઠસ્થ હતી; પરન્તુ તપખીરની દાબડી જેવી ગુટકોગીતા તેઓ હાથમાં રાખતા. જરુર પડે તો ક્યાંક શ્લોક જોઈ લેતા અને આગળ વાંચતા. ગીતા પ્રમાણે જીવી જનારા લોકસેવકો કેટલા? ત્રણ નામો લેવાં રહ્યાં : મહારાજ, જુગતરામભાઈ, અને બબલભાઈ. ગાંધીયુગ સાથે સેવાયુગ ચાલતો રહ્યો. કુડસદ પાસે પદયાત્રા પહોંચી ત્યારે સમાચાર મળ્યા કે સ્વામી આનંદ મહારાજને મળવા