* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
આગ્રહ રાખ્યો. નરહરીભાઈ તો જીવંત હોવા છતાં ઈન્દ્રીયાતીત બની ચુક્યાહતા. તે જ દીવસે નરહરીભાઈનો છેલ્લો શ્વાસ મહારાજની હાજરીમાં તુટયો; પરન્તુ મહારાજની પદયાત્રા અતુટ રહી ! નરહરીભાઈના સુપુત્ર મોહન પરીખ અચ્છા ફોટોગ્રાફર પણ હતા. અમારી પદયાત્રા કીમ પાસેના પીપોદરા ગામેથી નીકળી ત્યારે એમણે અમારા ફોટા લીધા હતા. એક યાદગાર ફોટો આજે પણ વેડછી આશ્રમમાં પુજ્ય જુગતરામભાઈના સ્મારકતીર્થમાં જોવા મળે છે. બરાબર યાદ છે, આગલી રાતે જુગતરામકાકા બીજા દીવસે સવારે નાસ્તો મળે તેની ચોકસાઈ કરી લેતા