* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
તેથી ઉછીના લીધેલા પહેરણની અતીસફેદાઈને કારણે તેઓ જુદા જુદા લાગ્યા ! એમનાં ઉજળાં કામોથી આખું ગુજરાત પરીચીત ખરું; પરન્તુ અત્યંત ઉજળાં કપડાંમાં એમને કોઈએ ક્યારેય જોયા નહીં હોય. હજી મને યાદ છે કે મોતા ગામમાં સોનીઓની વસતી ખાસી હતી.
બારડોલીથી પાચસાત કીલોમીટર છેટે બારસડી નામે ગામ છે. અમારી પદયાત્રા ત્યાં પહોંચી કે તરત સમાચાર મળ્યા કે ગાંધીજીના અન્તેવાસી શ્રી નરહરી પરીખની સ્થીતી અત્યંત ગમ્ભીર છે. અમને સૌને લેવા માટે એક ટ્રક પણ તૈયાર રાખી હતી. મહારાજે તો બારડોલી ચાલતા જવાનો