* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
પડ્યો. આકાશ અને પૃથ્વીને ભેગા કરવા મથતી આક્રમક હેલી સામે છત્રી ક્યાં સુધી ટકે ? કેટલાંક ગામોમાં ઘુંટણભેર પાણીમાં પ્રવેશવું પડતું. યજમાનને ત્યાં પહોંચ્યા પછી પહેલું કામ પગ પર જામેલો કાદવ કાઢવાનું રહેતું. મોતા ગામે પહોંચ્યા ત્યારે સરદાર પટેલ સાથે બારડોલી સત્યાગ્રહમાં કામ કરનારા ઉત્તમચંદ શાહ પણ હતા. ખાદીની થેલીમાં મુકેલાં કપડાં કોરાં શી રીતે રહી શકે ? નછુટકે મહારાજે યજમાને આપેલું ટીનોપલની સફેદીમાં શોભતું ધોતીયું પહેર્યું. એમનાં વસ્ત્રો તાજી વણાયેલી ખાદી જેવાં પીળાશની દીક્ષા પામેલાં જ જોવા મળતાં;