* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
મુરબ્બી મટીને મીત્ર બની ગયેલા. રમણ અને હું ખડે પગે એ વડીલોની સેવામાં હાજર રહેતા. પદયાત્રા ઓર(લ)પાડ, ચોર્યાસી, કીમ, બારડોલી, વ્યારા, સોનગઢ, વલસાડ અને પારડી પંથકમાં થયેલી. પદયાત્રાની સાથોસાથ વીચારયાત્રા પણ ચાલતી રહેતી. પુજ્ય મહારાજ રાંદેરમાં મારે ઘરે જ રહેલા, ત્યારે મેં મારી રેલે સાઈકલ એમને ભેટ આપી હતી. પદયાત્રામાં અમારા બધા જ થેલા એ સાઈકલ પર ભેરવાઈ જતા. મહારાજે એ સાઈકલનું નામ પાડ્યું : “યાંત્રીક ગધેડો” બારડોલી તાલુકામાં પદયાત્રા દરમીયાન ભારે વરસાદ તુટી