* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

અને રસપુર્વક તૈયાર કરીને તેનું અક્ષરાંકન પણ કરી આપ્યું તે બદલ દીલથી આભાર..

* મારી પદયાત્રા : રવીશંકર મહારાજ સાથે *

મહાત્મા ગાંધીના દર્શન કરવાની તક ભલે ન મળી; પરન્તુ પુરા છ મહીના પુજ્ય રવીશંકર મહારાજ સાથે પદયાત્રા કરવાની તક મળી તે મારું સદ્ધાગ્ય ! મેં ગાંધીજીના દૃષ્ટીબીન્દુથી મહારાજને નથી જોયા; પરન્તુ C/O મહારાજ ગાંધીજીને જોયા ! એ પદયાત્રા ગાંધીજીના ભુદાન આંદોલનના ભાગરુપે 1957માં થઈ ત્યારે લાંબો સત્સંગ થતો રહ્યો. સાથે સાધુચરીત જુગતરામ દવે હતા. હર્ષકાંત વોરા


153 of 244