* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

ઝડપભેર ઘટતી જાય છે. મને વહાલથી “ગુણુ' કહીને બોલાવનારું હવે કોઈ જ નથી.

લેખકની સ્મરણાત્મકથા 'બિલ્લો ટિલ્લો ટચ (પ્રકાશક : આર. આર, શેઠ, મુમ્બઈ-૪૦૦ ૦૦૨, પ્રથમ આવૃત્તી : ૧૯૯૭, પાન સંખ્યા : ૨૪૩, મુલ્ય : ૧૭૫ રુપીયા)ના છેલ્લા પ્રકરણ ૨૧નાં પાન ૨૨૦થી ૨૪૩ ઉપરથી ટુંકાવીને સાભાર..

ગુણવંત શાહના વીચારોલખાણોના પરમ ચાહક - અને ભાવકશીકાગો-અમેરીકાસ્થીત “સ.મ.' પ્રેમી ભાઈ વીજય ધારીયા (vdharia@hotmail.com)એ આ આખો લેખ “સ.મ.' માટે સ-સ્નેહ


152 of 244