* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
જીવવાની ઈચ્છા રાખવાનો અધીકાર' બાએ પુરા પંચ્યાશી વર્ષ સુધી ભોગવ્યો. સ્વર્ગ જેવી કોઈ ખાસ જગ્યા હોય એવું હું માનતો નથી; પરંતુ એવી કોઈ જગ્યા હોય તો એક વાત નક્કી. બા ત્યાં પણ એક પુસ્તકાલય શરુ કર્યા વગર નહીં રહે.
ઈશ્વર એક જ છે, એ શ્રદ્ધાનો વીષય હોઈ શકે; પરંતુ માણસની માતા એક જ હોય એ હકીકત છે. કદાચ માતા દ્વારા ઈશ્વરની શ્રદ્ધા પ્રગટ થતી રહે છે. જગતનાં બધાં તીર્થો માતાના ખોળામાં વીરામ પામે છે. વર્ષો વીતે છે તેમ હું મુરબ્બી બનતો જાઉં છું. મને આશીર્વાદ આપનારા વડીલોની સંખ્યા