* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

મને ન પાલવે.' બા મૌન રહી.

લાંબી માંદગી દર્દીની અને સારવાર કરનારાઓની કસોટી કરનારી હોય છે. અવંતીકાએ મન દઈને બાની સેવા કરી અને મળસફાઈ પણ કરી. બાએ અમને સૌને ભેગાં કરીને કહ્યું : “અવંતીકાએ મારી ખુબ જ સેવા કરી છે.' અવંતીકા તે દીવસે ખુબ રડેલી. માંદગીની પીડા વખતે મૃત્યુશૈય્યા પર પડેલા માણસના જીવનનું ઓડીટ પ્રગટ થતું હોય છે. બાના ઓડીટ રીપૉર્ટમાં પ્રતીકુળ ગણાય એવી એક પણ રીમાર્ક ઝટ જડતી નથી. ઈશાવાશ્ય ઉપનીષદમાં પ્રબોધ્યા પ્રમાણે “કર્મ કરતાં રહીને પુરાં સો વર્ષ


150 of 244