સાચી પ્રશંસા કરવામાં કરકસર ન કરો.
2. પત્ની ઈચ્છે ત્યારે તેને ખુશીથી પીયર જવા દો.
3. પત્નીને લાગવા દો કે તમે તેની સુરક્ષા કરી શકો તેવા
સક્ષમ “મરદ' છો.
4. બીજું કોઈ પત્નીની ખોટી ટીકા કરે ત્યારે મનથી એનો
બચાવ કરો.
5. પત્નીને ભરપુર પ્રેમથી ભીંજવી દો અને એને
બાવાઓથી દુર રાખો.
તા. ૨૯ મે ૨૦૦૪ના '“સંદેશ'ની સાપ્તાહીક રવીવારીય
પુર્તી “સંસ્કાર'માંથી સાભાર..
* ઘડપણ - મનની અવસ્થા *
પ્રત્યેક સુર્યાસ્ત નવું અંધારું મુકતો જાય છે. પ્રત્યેક સુર્યોદય નવું અજવાળું લેતો આવે છે.
છાશ પીવાનું ઘટતું જાય છે અને બીયર પીવાનું વધતું જાય છે. ગોળપાપડી ખાવાનું ઘટતું જાય છે અને ચોકલેટ ખાવાનું વધતું જાય છે. ગાય પાળવાનું ઘટતું જાય છે અને કુતરાં પાળવાનું વધતું જાય છે. ચાલવાનું ઘટતું જાય છે અને “સ્કુટરવા'નું વધતું જાય છે. વીચારવાનું ઘટતું જાય છે અને ડાચું વકાસીને ટીવી જોયા કરવાનું વધતું
આદર્શવાદી નાયીકા કુસુમ પોતે હોય એવા વહેમમાં રાચનારી ભણેલી ગુજરાતણો પણ થોડીક હતી. મેઘાણીની નવલકથા “વેવીશાળ'ની નાયીકા સુશીલા હતી; પરન્તુ જાજરમાન ભાભુનું પાત્ર ભારે પ્રભાવશાળી હતું. આજે સમય બદલાયો છે. આદર્શો ભોંઠા પડતા જાય છે. પરીવારનું રસાયણશાસ્ત્ર બદલાયું છે. ટી.વી.સીરીયલો દુર દુરનાં ગામોમાં અનેક સ્ત્રી પાત્રોને રોજ રાતે આગલી પરસાળમાં પહોંચાડતી થઈ ગઈ છે. એ સીરીયલોમાં ચાલાકી, બદમાશી અને કપટનો હવાલો સ્ત્રી પાત્રોએ પુરુષો પાસેથી છીનવી લીધો છે. સ્ત્રી સશક્તીકરણનો કદાચ એ પણ