* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
બાની તબીયત સુધરવા લાગી. મોતીયાના સફળ ઓપરેશન પછી એ ફરીથી બધું વાંચતી થઈ. છેલ્લા દીવસ સુધી બાનું વાંચવાનું ન છુટ્યું. એના ખાટલા પર ઓશીકે મારું પુસ્તક “કૃષ્ણનું જીવનસંગીત' કાયમ રાખતી અને વાંચતી. એક દીવસ હું એના ઓરડામાં ગયો ત્યારે મને એણે ભારે વીચીત્ર વાત કરી. “ગુણુ! હું સવારથી આપણા સંતોનું સ્મરણ કરતી હતી તે મને થીયું કે તું પણ મારો સંત જ ગણાય ને!' હું તો વાત સાંભળીને છક થઈ ગયો. મેં કહ્યું : “બા! તારું મગજ ઠેકાણે તો છે ને? હું તો તારો દીકરો, સંતબંત થવાનું