* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

દૃશ્ય જ અમારે માટે નવું હતું. એક વાર અમારી આગળ એણે અન્ન છોડીને ઈચ્છામૃત્યુ સ્વીકારવાની વાત મુકી. હું સંમત થયો; પણ સ્વજનો સંમત ન થયાં. એક-બે વાર તો મૃત્યુની સાવ નજીક જઈને પાછી આવી. બા કહેતી : “હવે મૃત્યુ મળે તો હું છુટું.' હું બાને કહેતો : “બા ! અમે પાસપોર્ટ તૈયાર રાખ્યો છે; પરંતુ ઉપરથી વીઝા નથી મળતો.'

નીવૃત્તી પછી અમે સુરત છોડ્યું અને વડોદરા આવીને બા સાથે રહેવા માંડ્યું. વડોદરાની સુકી હવા બાને એવી તો માફક આવી ગઈ કે એક પણ વખત ડૉક્ટરને બોલાવવા ન પડ્યા.


148 of 244