પ્રવેશ દ્વાર છે અને કદાચ એ જ નાક જીવનનું વિદાયદ્વાર પણ છે. હવે જ્યારે પણ અરીસામાં તમારો ચહેરો જુઓ, ત્યારે એક મીનીટ નાકને નીહાળવામાં ગાળજો. એ નાકની પહોંચ કદાચ પ્રાણાયમ દ્વારા ઈશ્વર સુધી લઈ જાય તેવી છે!

“ઈતીશ્રી સુપર કમ્પ્યુટરાય નમઃ”

-ગુણવન્ત શાહ

લેખકના પ્રસીદ્ધ પુસ્તક “ઘટ ઘટમેં પંછી બોલતા'માંથી
સત્તાવનમો લેખ પાન 253થી 256 ઉપરથી સાભાર...


147 of 147

કરતી હોય છે. બાની જીવનશૈલીમાંથી હું ઘણું શીખ્યો છું. એની મર્યાદાઓથી બચવા માટે અને એની ખુબીઓને મારામાં ખીલવવા માટે મથ્યો છું. મારો હીસાબ ચોખ્ખોચણાક છે. માતૃભાવ પામવો એ કેવળ સ્ત્રીઓનો ઈજારો નથી. કેટલીય સ્ત્રીઓ માતા બન્યા પછી પણ અહંકારને કારણે માતૃદીક્ષા પામ્યા વગરની રહી જાય છે. કેટલાય પીતાઓ માતૃભાવથી લથપથ અને ભીના જોવા મળે છે.

છેલ્લી માંદગી દરમ્યાન બા લગભગ સવા વર્ષ પથારીવશ રહી. સદાય કર્મરત અને પ્રતીક્ષણ સ્ફર્તીથી છલકાતી બા ચોવીસ કલાક પથારીમાં લાચાર બનીને પડી રહે એ


147 of 244