પેઠા તમારા નાકને આહ્વાન આપે છે. જ્યારે તમે દીલ્હી સ્ટેશને પહોંચો ત્યારે એક સાવ જ અનોખી ગંધને પારખવામાં તમે નીષ્ફળ જાઓ છો. બહુ લાંબી મથામણ પછી તમને સમજાય છે કે એ ગંધ નોકરશાહી સાથે જોડાયેલા ભ્રષ્ટાચારની છે. માનશો? માણસને ક્યારેક પોતાની સામે ચાલતા ગુપ્ત કાવતરાની “ગંધ' પણ આવી જાય છે. અંગ્રજીમાં માણસ કહે છે : “આઈ કેન સ્મેલ ધ રેટ.'
નાક દ્વારા આપણા શ્વાસોચ્છાસ ચાલતા રહે છે. જો વીચારીએ તો આપણને સમજાય છે કે આપણે કોઈ દીવ્ય સ્રોત(Source) સાથે સતત જોડાયેલા છીએ. જરુર કોઈ મેઈન સ્વીચ ઓન છે, જેને કારણે ક્યાંક પંખો, ફ્રીઝ એસી કે હીટર ચાલે છે. માણસ મૃત્યુ પામે ત્યારે લોકો કહે છે : “શ્વાસ મુક્યો.' શ્વાસ ખુટી પડે ત્યારે તાતા, બીરલા, અંબાણી રોકફેલર કે બીલગેટ્સને એક અબજ ડૉલર ખરચતાં પણ એક શ્વાસ ઉછીનો મળતો નથી. નાક દ્વારા આપણા શ્વાસ અને ઉચ્છવાસ ચાલતા રહે છે. નાક સાક્ષાત જીવનનું
ચગદાઈ મરે એવો સંભવ રહે છે. સ્વાનુભવે કહું છું કે અત્યંત કાર્યરત એવાં માતપીતા સંતાનો માટે સમય ન કાઢી શકે એ વાત સાવ ખોટી છે. પ્રશ્ન સમયનો નથી; અગ્રતાક્રમનો છે.
બાળકો સાથે માબાપે પુષ્કળ વાતો કરવી જોઈએ. બાની જે મર્યાદાઓ મેં આગળ જણાવી તેને પરીણામે સંતાનો પ્રત્યે મને જે માતાનુભુતી થઈ તે અદભુત હતી. માતાનુભુતીનો મર્મ એ કે સંતાનો મારા તરફથી સંપુર્ણ નીર્ભયતાનો અનુભવ કરે. સંતાનનો સંપુર્ણ સ્વીકાર માતા કરતી હોય છે. બધી ખામીઓ અને બધાં દુ:ખ ભુલી માતા પોતાનાં સંતાનોને વહાલ