પંપાળતી રહે છે. કમર્શીયલ અવકાશયાત્રા થોડાક સમયમાં શમણું મટીને વાસ્તવીક બનવાની છે. થોડાંક વર્ષો પછી અમદાવાદના આશ્રમ રોડ પર, સુરતમાં લાલગેટ પાસે અને મુમ્બઈના ફોર્ટ વીસ્તારમાં ટ્રાવેલ્સ એજન્ટની, દસ બાય બાર ફુટની ઓરડીમાં ચન્દ્રયાત્રાનું બુકીંગ થતું હશે. હા, ચન્દ્રની ધરતી પાસે કદાચ ગંધ હશે; પણ સોડમ નહીં હોય. કારણ શું? ચન્દ્ર પર વરસાદ નહીં હોય. એવું જ મંગળનું! ચન્દ્ર-મંગળ પર વૃક્ષો નથી.

પ્રત્યેક માણસ સુખી થવા ઝંખે છે. આ એક એવી મુળભુત ઝંખના છે, જે મહાત્મા ગાંધીને પણ ગાંઠતી નથી. આ ઝંખના જુદા જુદા દેશોને અને જુદા જુદા ધર્મોને એક તાંતણે બાંધનારી છે. આ ઝંખના માનવીય એકતા માટેની વૈશ્વીક આધારશીલા બની શકે તેમ છે. વેદમાં આવી સમાન ઝંખના માટે શબ્દ પ્રયોજાયો : “આકુતી:'. તત્ત્વજ્ઞાનને નામે કે ધર્મને નામે કે આદર્શને નામે આવી ઈશ્વરદત્ત કે પ્રકૃતીદત્ત ઝંખનાને બદનામ કરશો નહીં. છાંદોગ્ય ઉપનીષદમાં


144 of 147

લાગે. હું લગભગ એ જ રીતે બાળકોને બીનશરતી વહાલ કરું છું. એમણે પરીવારમાં નીરપવાદ લોકશાહી ભોગવી છે, એમ કહું તો એમાં અતીશયોક્તી નથી. મારા એમના પ્રત્યેના પ્રેમમાં કોઈ પણ જાતની પુર્વશરત કે અપેક્ષા નથી. ક્યારેક હું એ ત્રણેને એટલાં તો મીસ કરું છું કે કોઈને કલ્પના પણ ન આવે. મનુબહેન ગાંધીનું પુસ્તક મને પ્રીય છે, જેનું સુંદર મથાળું છે : “બાપુ, મારી મા.' જે કશુંક મને મારા જીવનમાં ન મળ્યું, તે મેં મારા સંતાનોને દીલ ઠાલવીને આપ્યું. કશુંય પ્રયત્નપુર્વક નથી થયું; સાવ સહજપણે થતું


144 of 244