બેઠા છીએ. કોઈ સુપર કમ્પ્યુટરે એવી રહસ્યમય કામગીરી બજાવી હોત તો! આપણી પ્રાણશક્તીની સૌથી નજીક છે, “ઘ્રાણશક્તી.' હજી “સુગંધ' અને “દુર્ગંધ' વચ્ચેનો ભેદ પારખી શકે એવું યંત્ર શોધાયું હોય એવું જાણ્યું નથી. કોઈ ઘરમાં લાડુ બનતો હોય ત્યારે, શેકાયેલા ગરમ ગરમ લોટમાં ગરમ ગોળ અને ગરમ ઘી ઉમેરાય ત્યારે વછુટતી મનમોહક સોડમ માત્ર બ્રાહ્મણને લલચાવે એવું ખરું? મોંમાં પાણી છુટે તેવી વાનગીને આંખ નીહાળે તે પહેલાં નાક પામી જાય છે. વીજ્ઞાનીઓ આજકાલ ફીલૉસૉફીકલ ચર્ચા કરી રહ્યા છે. કોનું મહત્ત્વ વધારે? સાધનો વાપરતો માણસ કે માણસને વાપરતાં સાધનો? ડેનીયલ બેલે, ટૅક્નૉલૉજીને “ઝપાટાબંધ વધતી જતી માનવીય કલ્પનાના વ્યાયામ' તરીકે પ્રમાણી હતી. ઓગણીસમી સદીમાં અછતમુલક ગરીબી સામેની ઝુંબેશના મસીહા કાર્લ માર્ક્સે ટૅક્નૉલૉજીને “આદર્શ સમાજવ્યવસ્થા (યુટોપીયા) ભણીના રાજમાર્ગ' તરીકે પ્રમાણી હતી. આજે પણ ટૅક્નૉલૉજી આપણાં શમણાંને
સુભાષીતમાં સ્ત્રી પાસેથી પુરુષપ્રધાન સમાજે જે ચાર એકપક્ષી અપેક્ષાઓ રાખી તેમાં “ભોજ્યેષુ માતા'વાળી વાત મને અગત્યની લાગ્યા કરે છે. સ્ત્રી માતૃસ્વરુપા ન હોય તો એ 'શયનેષુ રંભા' અને 'કાર્યેષુ મંત્રી' પણ ન બની શકે. સ્ત્રી હોવાની પુર્વશરત માતૃત્વ છે. બીજી બધી વાત આપણા પુરુષપ્રધાન સમાજની એંઠ પણ હોઈ શકે. મારી આવી માનસીકતા સાચી છે એવો મારો દાવો નથી. હું તો કેવળ અનાવૃત થવાનો અધીકાર ભોગવી રહ્યો છું. માતાનો પ્રેમ બીનશરતી હોય છે. દીકરો વ્યસની, જુગારી અને મવાલી હોય તોય માતાને વહાલો જ