“ઈદમ્‌ ચક્રાય નમઃ'; ઈતીશ્રી કમ્પ્યુટરાય નમઃ' વીજ્ઞાનીઓ કહે છે કે આપણું મગજ એક મહાન કમ્પ્યુટર છે. પણ કોઈ કમ્પ્યુટર મગજથી ચડીયાતું નથી. મગજ જેટલું કાર્યક્ષમ કમ્પ્યુટર બનાવવું હોય તો તેનું કદ પૃથ્વીથી મોટું હોવાનું! અરે, આપણું નાક જે જે કાર્યો કરે છે તે કાર્યો ભાગ્યે જ કોઈ કમ્પ્યુટર કરી શકે. નાક બીચારું પોતાનું કામ એટલી સહજતાથી કરે છે કે એની સુક્ષ્મ કર્મલીલાનો ખ્યાલ એના નગુણા માલીકને નથી આવતો. એ અજ્ઞાની મનુષ્ય પોતાના અહંકારને પંપાળવા કહે છે : “મારા નાકનો સવાલ છે.' સાચું કહેજો, તમે તમારા નાકને સુપર કમ્પ્યુટર તરીકે જોયું છે? કમ્પ્યુટરને શરણે જવામાં શરીરના બીજા બધાં અવયવો લાઈન લગાવશે; પરન્તુ નાક એ સૌમાં છેલ્લું હશે.

કુતરો પગલાં સુંઘી સુંઘીને પોલીસને છેક ગુનેગાર સુધી લઈ જાય, તે ઘટનામાં રહેલી સુક્ષ્મતમ ઘ્રાણશક્તી આપણને અચંબો પણ ન પમાડે; કારણ કે આપણે સંવેદનશુન્ય થવાની ફેશન કેળવી


142 of 147

છે. મારી વીશીષ્ટ માનસીકતાને કારણે નારીમુક્તી માટે મથનારી બહાદુર સ્ત્રીઓ પણ ક્યારેક મને અસહ્ય લાગે છે. હું એમનો કોઈ દોષ નથી જોતો; માત્ર મારી મનોવૃત્તીને જ પ્રગટ કરી રહ્યો છું. સ્ત્રી પાસેથી કોઈ પણ કારણે કોમળતા, મધુરતા, છલોછલતા અને વત્સલતા જેવાં લક્ષણો છીનવાઈ જાય તે ન પાલવે. માતૃત્વનાં આ લક્ષણો વગરની સ્ત્રીના પતીની મને ભારે દયા આવે છે. કોઈ સ્ત્રી એર ઈન્ડીયાની મેનેજીંગ ડીરેક્ટર બની જાય તો મને ખુબ ગમે; પરંતુ જો એ અંદરથી માતા મટી જાય તો એ ભારે ખોટનો ધંધો ગણાય. વીખ્યાત સંસ્કૃત


142 of 244