પછીની સૌથી મહાન શોધ કમ્પ્યુટરની શોધ ગણાય. આ બન્ને શોધની વચ્ચે આદરપુર્વક મુકવી પડે તેવી શોધ એટલે ચક્રની શોધ. કાકાસાહેબ કાલેલકરે તો ચક્રની શોધ કરનારા એ અજાણ્યા જણને “ચક્રક્ષી' ગણાવેલો. તમે રોજ ખેતરે, ફેક્ટરીએ કે ઓફીસે જાવ ત્યારે સાયકલ, સ્કુટર કે કારમાં નથી જતા. તમે રોજ ચક્ર પર આરુઢ થઈને કાકા, મામા, ભાઈ, બહેન કે પ્રીયજનને ઘરે જાઓ છો. તમે સવાર-સાંજ ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈને જે વાનગીઓ ખાઓ છો, તેને રાંધવાનું કામ અગ્નીદેવે કર્યું છે. અગ્નીની શોધ ન થઈ હોત તો માનવજાત જગલી પ્રાણીઓના અને ઠંડીના આકરા તોફાનો સામે ટકી ન હોત. તમે ટ્રેનનું, વીમાની પ્રવાસનું, હૉટેલનું અને ટુરનું બુકીંગ કરાવ્યું, તે ઈન્ટરનેટનો પ્રાણ કમ્પ્યુટર છે. એ નાનકડી પેટી કે સ્માર્ટ ફોનમાં સંતાયેલા આત્માને “કનેક્ટીવીટી' કહે છે. તમે ક્યારેય પ્રાર્થનામય ચીત્તે અગ્નીનો, ચક્રનો, કમ્પ્યુટરનો આભાર માન્યો ખરો? “ઈદમ્ અગ્નયે નમ:';
જન્મે કેવી માતા મળે એવું ઈચ્છે છે ?' હું જવાબમાં કહું કે, “મારે આ જ માતા જોઈએ; પણ તે અભણ હોય તો મને વધારે ગમે.' અભણપણું માતૃત્વને અપ્રદુષીત રાખે જ એવી ખાતરી ન રાખી શકાય એ સાચું; પરંતુ મને તો અભણ માનું ભોળું ભોળું નીરપવાદ વાત્સલ્ય જ ખપે. મારી માનસીકતા તર્કશુદ્ધ ન હોય એમ બને; પરંતુ માતૃત્વને તર્કની સીમમાં પુરવાનું શક્ય ખરું? મને, કઠોર, આક્રમક, લડાયક મીજાજની, કર્કશા કે કંકાસીયણ સ્ત્રી; ગમે તેટલી કાર્યક્ષમ, વ્યવહારુ, બુદ્ઠીશાળી અને રુપાળી હોય તોય નકામી જણાય