છુટાછેડા ન ખપે. આવા પાંજરાપોળીયા સમાજમાં, જીવન ઉત્સવ મટીને ઉલઝન બની રહે છે. લાખો મનુષ્યો કણસે; તેયે છાનામાના! આવી રહેલી મનોવૈજ્ઞાનીક ક્રાન્તી જ આવા સડેલા સમાજને બચાવી શકે. દાદા ધર્માધીકારીએ સુરતની જાહેરસભામાં કહેલું : “પરસ્પર સહમતી સે કીયે ગયે સમ્ભોગ કો મૈં પાપ નહીં માનતા.' (આ સભામાં હું અધ્યક્ષસ્થાને હતો. એ પ્રવચન સુરતના “સમૃદ્ધી હૉલમાં ગોઠવાયું હતું.) જ્યાં કેવળ રીવાજનો જ પ્રભાવ હોય, ત્યાં વીચારને નેપથ્યમાં ચાલી જવું પડે છે. લીવ-ઈન રીલેશનશીપ પણ એક તોફાની વીચારનું નામ છે. એને કારણે સમાજનું નખ્ખોદ વળવાનું નથી. કારણ કે આજના પતીત સમાજમાં હવે વધારે નખ્ખોદ જાય એવી કોઈ શક્યતા બચી નથી.
ગુણવન્ત શાહ લીખીત “યુરોપમાં બરફનાં પંખી'માંથી ચોથું પ્રકરણ પાન 43થી 46 ઉપરથી સાભાર...
* નાક-સુપર કમ્પ્યુટર *
તમે નાકને કદી સુપર કમ્પ્યુટર તરીકે જોયું છે? અગ્નીની શોધ થઈ
વાલે કો પીને કા બહાના ચાહીયે,' જેવી સ્થીતી હતી. ગામમાં બાની મદદ ઉપકારક બને તેવાં કામોની ખોટ ન હતી. બાના જીવનમાં જાણે એક સુત્ર વણાઈ ગયેલું : “આ બેલ, મુઝે માર.' બાની આવી બહીર્મુખી વૃત્તીના અતીરેકોને કારણે મારી માનસીકતા પર કેટલીક કાયમી અસરો પડી.
અત્યારે જે લખી રહ્યો છું તેના પ્રત્યેક શબ્દ પર મારા આંસુનો અભીષેક થયેલો છે. સંતાન તરીકે કોઈ પણ ફરજ ન ચુક્યા છતાં; મારી ઝંખના અધુરી રહી તેનું દર્દ આ ક્ષણે તીવ્રતાપુર્વક અનુભવી રહ્યો છું. આજે મને કોઈ પુછે કે : “તને આવતે