જાહેરમાં ! મહાકવી શુદ્રકનું સર્જન “મૃચ્છકટીકમ્‌' યાદ આવે છે. નાયીકા વસંતસેના ગૃહસ્થ સ્ત્રીનું ગૌરવ જાળવવા માટે ગણીકાવૃત્તી ત્યજીને પ્રીયતમ ચારુ દત્ત જેવા પ્રતાપી પુરુષની પત્ની બને છે અને મરવા સુધીનું જોખમ ઉઠાવવા તૈયાર થાય છે. એ જ રીતે ઉર્વશી સ્વર્ગની અપ્સરા હતી તોય પુરરવા જેવા પૃથ્વીય રાજા સાથે પ્રેમમાં મગ્ન થઈને પુત્રને જન્મ આપે છે. એટલું ખરું કે ઉર્વશી ખાસ્સી પઝેસીવ “અધીકારાપેક્ષી' સ્ત્રી હતી. મહાકવી કાલીદાસના નાટક '“વીક્ર્મોવશીયમ્‌'માં આ વીગતો વાંચવા મળે છે.

ગુજરાતણની એક ખુબી નોંધવા જેવી છે. એ કરીયરમાં આગળ વધે તોય પોતાના પરીવારને જાળવી જાણે છે. એ ઉંચા હોદ્દા પર હોય તોય ઘરે સુંદર રસોઈ મહેમાનોને પીરસી શકે છે. અને હા, એ કલેક્ટર બને તોય નવરાત્રીમાં ગરબે ઘુમી શકે છે. તમે એ ગરવી ગુજરાતણને મળ્યા છો ?

“પાઘડીનો વળ છેડે'

ગુજરાતના ધર્મપતીઓને પાંચ અગત્યનાં સુચનો :

1. પત્નીની


14 of 147

અને વળી સુન્દર નીતમ્બવાળી “વરોરાહા' બની રહેશે. જીમમાં જવાનું વધી રહ્યું છે અને સીમમાં જવાનું મટી રહ્યું છે. બ્યુટી-પાર્લરોમાં લાઈન લમ્બાતી જાય છે. હવે વીધવા બહેનો પણ ત્યાં જાય છે. સારી વાત છે.

એ જમાનો હતો, જ્યારે સુશીક્ષીત ગુજરાતી સ્ત્રીઓના ભાવજગતમાં ગોવર્ધનરામ ત્રીપાઠીની નવલકથા “સરસ્વતીચન્દ્ર'ની નાયીકા કુમુદસુન્દરીના પ્રેમ અને ત્યાગ માટેનો અહોભાવ હૃદયસ્થ હતો. એ જ રીતે જાજરમાન સ્ત્રીત્વના ગૌરવથી ઓપતી ક. મા. મુનશીની અમર નાયીકા મંજરી પણ પ્રભાવ પાથરનારી હતી. ર. વ. દેસાઈની “ગ્રામલક્ષ્મી'માં


14 of 244