પ્રચલીત થઈ તેની શરુઆતના સમયમાં, નવી પરણેલી છોકરી પતીની સાથે મધુરજની માણે તે પહેલાં, ગામના જમીનદાર સાથે સહશયન કરે એવો રીવાજ હતો. મધ્ય યુગમાં ચર્ચ તરફથી પુરુષ અને તેની પત્ની વચ્ચેની સેક્સ પર પણ પ્રથમ પાંચ મહીનાઓ માટે પ્રતીબન્ધ મુકાયેલો. જ્યૉર્જીયન સમયમાં રંડીબાજો, સ્ત્રીઓને નીર્દયપણે ફોસલાવતા. વર્જીન(અનન્યપુર્વા) છોકરીને ફસાવવી, તે સામાજીક મોભો વધારનારી બાબત ગણાતી. આગળ જોયુ તેમ, અંગ્રેજીમાં “નીતીવાન' વ્યક્તી માટે વપરાતો “moral' શબ્દ મુળે "mores' પરથી આવ્યો છે. "mores' એટલે “રીવાજો.' રીવાજો તો સતત બદલાતા જ રહે છે.
આપણો રુગ્ણ સમાજ બળાત્કારના અંધારીયા કુવા વેઠી શકે; પરન્તુ છુટાછવાયાં આકર્ષણનાં રમ્ય ઝરણાં ન વેઠી શકે. એવા રોગી સમાજને મૈત્રી વીનાનાં લગ્ન ખપે; પરન્તુ લગ્ન વીનાની મૈત્રી ન ખપે. એવા સમાજને દાબદબાણથી થયેલાં લગ્ન ખપે; પણ પરસ્પર સમ્મતીથી થયેલા
રાખતી. બાની સેવાની સુવાસ અનેક ગામોમાં ફેલાયેલી હતી.
બાની સેવાહઠ ક્યારેક મને ખુબ અકળાવતી. ઘરની અને પરીવારની ઉપેક્ષા ક્યારેક હદ વટાવી જતી. અમુક કામની વાત આવે ત્યારે બા કોઈની પરવા ન કરતી. જ્યાં એક કલાક આપવાથી પતે તેવું હોય ત્યાં એ ચાર કલાક આપતી. ક્યારેક તો સામેથી વૈતરાને આમંત્રણ આપતી. પતી કે બાળકો શું ખાશે એની ચીન્તા બા ન કરતી. ટાળી શકાય તેવી દોડાદોડી પણ એ ટાળતી નહીં. ઘર છોડીને બહાર કોઈ કામે જવા માટે ટાંપીને બેઠી હોય એવું પણ ક્યારેક મને લાગતું. “પીને