છે.' પવીત્રતા અને અશ્લીલતાના નોર્મ્સ યુગે યુગે બદલાય છે. સાઉદી અરેબીયામાં સ્ત્રી તરીકે જન્મ પામવા કરતાં, હું આફ્રીકાના જંગલમાં વાંદરી તરીકે જન્મ લેવાનું પસન્દ કરું. સાઉદી અરેબીયામાં સ્ત્રી એક ચીજ, પદાર્થ, વસ્તુ છે. સ્ત્રીનું આવું વસ્તુકરણ(ઓબ્જેક્ટીફીકેશન) એ જ ખરું પાપ! સ્ત્રીનું “ઢીંગલીકરણ' શું અશ્લીલ નથી?
અશ્લીલતા એટલે શું? ઈતીહાસના અરીસામાં થોડીક હકીકતોને જાણી લઈએ. વીક્ટોરીયન યુગમાં પીયાનોના પગ ખુલ્લા રહે તે પણ અશ્લીલ ગણાતું. ૧૮૫૭માં ઈંગ્લેંડમાં પરસ્ત્રીગમનનો ગુનો મૃત્યદંડને પાત્ર ગણાતો હતો. કુન્દનીકા કાપડીયાનું કોઈ પુસ્તક રઘુવીર ચૌધરીના કોઈ પુસ્તકની અડોઅડ કબાટમાં ગોઠવાય તે પણ “અશ્લીલ' ગણાતું. અરે! કુન્દનીકાબહેનનું પુસ્તક પતી મકરન્દ દવે સાથે ગોઠવાય તે પણ “અશ્લીલ' ગણાતું. ડૉક્ટર કોઈ સ્ત્રીને તપાસવા જાય તો ઢીંગલીના કોઈ ભાગને આંગળી અડાડીને એ સ્ત્રી, પોતાના શરીરમાં ક્યાં દુખાવો થાય છે તે બતાવતી. ફ્યુડલ પ્રથા
આર્થીક સહાયથી ભણેલા કેટલાક ડૉક્ટરો કે એંજીનીયરો આજેય રાંદેરમાં મને મળે છે. કેટલાકને પુસ્તકો ખરીદવા માટે પૈસા મળતા. કેટલાકને ફી ભરવા માટે પૈસા મળતા. કેટલાકને સાધનો ખરીદવા માટે મદદ મળતી. યાદ છે કે એ ટ્રસ્ટની સહાયને કારણે એક ગરીબ વાળંદનો દીકરો એન્જીનીયર બનેલો. આજે એ ઘણો સુખી છે. દુરનાં ગામોમાંથી હાઈ સ્કુલમાં ભણતા ગરીબ વીદ્યાર્થીઓને મદદ કરવા માટે અરજીઓ આવતી. ક્યારેક ભલામણો પણ થતી. બૅન્કમાં વારંવાર જઈને પૈસાની વ્યવસ્થા કરનારી બા, પૈસાને છોડવામાં કચાશ નહોતી