આપણા આશ્રમોમાં થાય તેમ છે. જવાબદારીના પુરા ભાન સાથે અને બીનકેફી હાલતમાં કહેવું પડશે કે ગાંધીજીની પ્રેરણા હેઠળ શરુ થયેલો એક પણ આશ્રમ લગ્નેતર સમ્બન્ધ વીનાનો હતો નહીં અને આજે પણ નથી. બ્રહ્મચર્યનો આગ્રહ પણ આતંકવાદી મુદ્રા ધારણ કરી શકે છે. ધર્મ સાથે જોડાયેલા અને હીન્દુત્વના સ્મારક ગણાતા “પવીત્ર' આશ્રમોની તો વાત જ કરવા જેવી નથી. આ બાબતે નવી પેઢી મને અધીક નીખાલસ અને અધીક નીર્દમ્ભ જણાય છે. એકવીસમી સદીમાં કદાચ સીતા રામને કહી શકશે : “તમે મને વનમાં મોકલનાર કોણ? હું તો આ ચાલી મીથીલા!' લીવ-ઈન રીલેશનશીપનો આડકતરો સમ્બન્ધ નારીમુક્તી સાથે પણ રહેલો છે. હા, એ નવા ઉન્મેષને કારણે સુકા ભેગું લીલુંયે બળશે. બાકી પ્રત્યેક લગ્નેતર સમ્બન્ધને આંખ મીંચીને અશ્લીલ ગણવાની મારી હીમ્મત નથી. મરાઠી સાહીત્યકાર વીન્દા કરન્દીકરનું એક વીધાન યાદ રાખવું પડશે. તેઓ કહે છે : “એક નરકનું નામ “શ્લીલ'
આપીશું. હવે રકમ મોટી આવી તેથી સંકલ્પ ન તોડાય. તને શું લાગે છે?'
હું : “બા, તારી વાત બીલકુલ સાચી છે અને હું રુપીયા પચ્ચીસ હજાર ઘરમાં ન લેવા માટે તારા જેટલો જ મક્કમ છું.'
બા : બસ, મને નીરાંત થઈ.
૧૯૭૦ના અરસામાં રુપીયા પચ્ચીસ હજારની રકમ બહુ મોટી ગણાતી. એ ગાળામાં ઘરનું બૅન્ક બેલેન્સ પણ રુપીયા પાંચ-સાત હજારથી વધારે નહીં હોય. અવંતીકાએ પણ આ વાતમાં મનથી ટેકો આપેલો. આ રીતે જુદી કાઢેલી રકમનું અમે ટ્રસ્ટ બનાવ્યું જેનું નામ હતું : “લોકશીક્ષણ ટ્રસ્ટ.' ટ્રસ્ટની