માલીકીભાવ એવો તો જોડાઈ જાય છે કે અન્યાય કાયમ સીતા, દ્રૌપદી અને દમયન્તીને જ થતો આવ્યો છે. લીવ-ઈન રીલેશનશીપમાં બન્ને પાત્રો સાથે રહેવા માટે અને છુટાં થવા માટે “સરખાં' મુક્ત છે. કોઈ પણ કાયદો મનુષ્યનાં મુળભુત અરમાનો પર ખંભાતી તાળું મારીને એમ ન કહી શકે : “હવે તમારે ફરજીયાતપણે સાથે રહીને જ જીવન વેંઢારવાનું છે.' લીવ-ઈન રીલેશનશીપ મનુષ્યના પ્રકૃતીદત્ત અરમાનોને છાબડીમાં લઈને આવી છે. એવો લગ્નેતર સમ્બન્ધ આપોઆપ અપવીત્ર બની જતો નથી.
પ્રેમ કદીયે અપવીત્ર ન હોઈ શકે. સેક્સ પવીત્ર પણ હોઈ શકે અને અપવીત્ર પણ હોઈ શકે. વીશ્વામીત્ર અને મેનકા વચ્ચેની સેક્સ અપવીત્ર હતી; કારણ કે એમાં જવાબદારીનો અભાવ હતો. જો વીશ્વામીત્રે અને મેનકાએ ઘર માંડીને શકુન્તલાને ઉછેરી હોત, તો કદાચ ભારતવર્ષનો ઈતીહાસ જુદો હોત. લોકો જેને “લવ-અફેર' કહે છે, તે ૯૦ ટકા કીસ્સાઓમાં કેવળ “સેક્સ-અફેર' હોય છે.
પાળા બાંધવાની યોજના ઘડી. કાંઠે આવેલાં ખેતરોની જમીન સરકારે એક્વાયર કરી. અમારું ખેતર તાપીને કીનારે આવેલા હરી ઓમ આશ્રમને અડીને આવેલું તેથી થોડીક જમીન પાળા યોજનામાં ગઈ. બાએ મને આગળથી કહી રાખેલું કે એ ગયેલી જમીનના બદલામાં સરકાર જે ચાર- પાંચ હજાર રુપીયા આપે તે રકમ કોઈ સારા કામમાં દાન કરીશું. મેં હા પાડેલી. બાએ ફોન જોડ્યો તેમાં બાની ઉદાત્ત ભાવના પ્રગટ થઈ. મને એ ડાયલૉગ હજી બરાબર યાદ છેઃ
બા : “ગુણુ ! તને પાળા યોજનામાં આપણી જમીન સરકારે લીધેલી તે યાદ