જોઈએ. લગભગ એ જ તર્ક અનુસાર સાથે ન રહેવા માગતાં બે જણાંને લગ્નસમ્બન્ધની પવીત્રતાને નામે આજીવન નજરકેદ ભોગવવા માટે ફરજ પાડનારો સમાજ, કદી તન્દુરસ્ત હોઈ ન શકે. લગ્ન પવીત્ર છે અને છુટાછેડા પણ પવીત્ર છે. તન્દુરસ્ત સેક્સ લંગોટમુલક બ્રહ્મચર્ય કરતાં ઓછી પવીત્ર નથી. આ બાબતે ગાંધીજી સાથે સહમત થવાનું ફરજીયાત નથી.
“શું લીવ-ઈન રીલેશનશીપ અશ્લીલ છે? થોડાક સમય પર ભારતની સુપ્રીમ કોર્ટે એનો સ્વીકાર કર્યો એ સારું થયું. પરંતુ એમ કરવામાં સુપ્રીમ કોર્ટ અડધી સદી મોડી પડી છે. લગ્ન કર્યા સીવાય બે જુવાન હૈયાં સાથે રહેવા ઝંખે તેમને સુપ્રીમ કોર્ટના સ્વીકારની ગરજ ખરી? લગ્નેતર સમ્બન્ધનો જન્મ લગ્નની શોધ થઈ પછી થયો છે. લગ્ન એક સાંસ્કૃતીક ઘટના છે અને એનું મહત્ત્વ ઓછું નથી. લગ્ન ગમે તેટલી મહાન અને ઉપકારક સાંસ્કૃતીક ઘટના હોય તોય; એ એક “અપ્રાકૃતીક' ઘટના છે. પુરુષ-પ્રધાન સમાજમાં લગ્ન સાથે
એ કોઈ બાકી રહેલાં લોકસેવાનાં કામે નીકળી ગયેલી હોય. રવીવારે બા સરકારી કામ અંગે બહાર નહોતી જતી; લોકસેવા માટે જતી. ક્યાંક ફાળો ઉઘરાવવાનો હોય કે રાંદેરના કેળવણી મંડળનું કામ હોય. બાને “સેવારોગ' વળગ્યો હતો એમ કહી શકાય. આગળ કહ્યું તેમ માતૃત્વ સદા માર ખાતું રહ્યું અને નેતૃત્વ કાયમ અગ્રતા પામતું રહ્યું.
હું વડોદરાની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલૉજીમાં લેક્ચરર હતો. એક દીવસ બાનો ફોન આવ્યો. તાપીમાં વારંવાર રેલ આવતી, તેથી કાંઠાનાં ઘરોના રક્ષણ માટે સરકારે નદીની ભેખડો પર