કોઈ ભેદભરમ!
હૈયું તેવું હોઠે રે મનવા,
લાગ્યું તેવું લખ્યું રે મનવા,
માહ્યલો જેમાં બનતો રે કાજી,
રામજી એમાં રાજી રે રાજી,
ગરવા ગુણવન્તા ગુજરાતી રે ભૈ,
સદાય રહેજે ઉજળો થૈ,
પૃથ્વી પર તું જ્યાં જ્યાં વસે,
મુખડું તારું મીઠું હસે!

-ગુણવન્ત શાહ

લેખકના પ્રસીદ્ધ પુસ્તક “કોલમ્બસના હીન્દુસ્તાનમાં' માંથી બીજું અને છેલ્લું અઠ્ઠાવીસમું પ્રકરણ સાભાર...

* શું લીવ-ઈન રીલેશનશીપ અશ્લીલ છે ? *

જે સમાજ એક યા બીજે બહાને સેક્સને અપવીત્ર ગણે છે, તે આડકતરી રીતે માતૃત્વને અપમાનીત કરતો હોય છે. માતૃત્વ નામનું પુષ્પ, સેક્સના છોડવા પર જ ખીલતું હોય છે. પુષ્પને પવીત્ર ગણતો સમાજ છોડને અપવીત્ર ગણી શકે ખરો? જગતનો કોઈ ધર્મ કે કોઈ કાયદો, સાથે રહેવા માગતાં બે જણાંને (“મળેલા જીવ'ને) સહજીવન ગાળવાની મનાઈ ફરમાવી શકે નહીં. આ બોટમ-લાઈનનો અસ્વીકાર કરનાર સમાજ, એકવીસમી સદીમાં દયનીય અને નીન્દનીય ગણાવો


133 of 147

હતી. જાહેર સેવાનું ક્ષેત્ર ક્યારેક માણસને પોતાના પરીવારની ધરાર ઉપેક્ષા કરવા મજબુર કરે છે. લોકસેવાની લગની પણ ક્યારેક ભારે ઉધમાત મચાવતી જતી હોય છે.

પ્રાથમીક શાળા છોડીને બા ઈન્સ્પેક્ટ્રેસ બની ત્યારે એવું ઘણી વાર બનતું કે સોમવારે ગયેલી હોય તે છ દીવસ બાદ છેક શનીવારે રાતે એ ઘરે પાછી ફરે. બા ન હોય ત્યારે રસોઈ બાપુને માથે રહેતી અને હું બાપુને સહાય કરતો. શનીવારે રાતે બા પાછી ફરે તેની હું રાહ જોતો. કદાચ બાપુ પણ જોતા. રવીવારે સવારે હું ઉઠું ત્યારે બા ઘણુંખરું ઘરમાં ન હોય.


133 of 244