ઓળખું છું. આવા શ્રદ્ધાળુ લોકોને હોંશે હોંશે છેતરાતા જોયા છે. ભલા અને શ્રદ્ધાળુ યજમાનને છેતરતા દુષ્ટ લોકોને હું માફ નથી કરી શકતો. જય સીયારામ! NRI ની મારી મૌલીક વ્યાખ્યા આવી છે. NRI એટલે “એવો મનુષ્ય, જે સહજપણે ઈન્ડીયા પાછો ફરે છે.' (One who Naturally Returns to India) આવું પાછા ફરવાનું શારીરીક કે ભૌગોલીક નથી હોતું. એવું પાછા ફરવાનું મનોવૈજ્ઞાનીક અને ક્યારેક મનો-આધ્યાત્મીક હોય છે. આવા વહાલા અને ઉમળકે ભરેલા, સૌ NRIઓને હું વંદન પાઠવું છું. તેઓ ભારતમાં ઘરે મળવા આવે ત્યારે મને મામા કે માસી મળવા આવ્યાં હોય એવું લાગે છે. આ લખું છું ત્યારે મનમાં કોઈ મેલ નથી. હું સ્વભાવે સુરતી છું તેથી મનમાં મેલ રાખવાનું મને નહીં ફાવે! અન્તે આ પ્રવાસ-સમ્વેદન મારી એક કવીતા દ્વારા પ્રગટ કરું ? સાંભળો :

નથી કશુંય અષ્ટંપષ્ટં,
નથી કશુંયે ગોળ ગોળ,
નથી કોઈની શેહશરમ,
નથી રે


132 of 147

એ ખરેખર શરમજનક કહેવાય. ઘણાં વર્ષો બાદ જે શીખવા મળ્યું તેનો સાર આ પ્રમાણે છે : બે વ્યક્તીઓ નથી લડતી; બન્નેમાં રહેલો અહંકાર સતત હાહાકાર મચાવતો હોય છે.

બા અંગે મેં ખુબ વીચાર્યું છે. મારા પર એનો પ્રેમ ઓછો ન હતો. એ મને કાયમ “ગુણુ' કહેતી. બાની અંદર બેઠેલી માતાને પ્રગટ ન થવામાં કઈ બાબત જવાબદાર હતી? આ પ્રશ્નનો જવાબ મને મળ્યો છે. માતૃત્વ અને નેતૃત્વ વચ્ચેની કશમકશમાં જીવનભર માતૃત્વ હારતું જ રહ્યું અને નેતૃત્વ જીતતું રહ્યું. કદાચ મારા જીવનની આ સૌથી મોટી કરુણતા


132 of 244