ગામડીયા સુરતીને ત્યાં મારો વખત કેમ જશે? કારમાં બેઠા ત્યારે વલ્લભભાઈએ બોલવાનું શરુ કર્યું : “ગુણવન્તભાઈ, હું વર્ષોથી “નવનીત- સમર્પણ” વાંચું છું. એમાં તમારી લેખમાળા “આપણે પ્રવાસી પારીવારના' કાયમ વાંચું છું. મને વાંચવાનું બહુ ગમે હોં !' મારી અડધી નીરાશા ખરી પડી. અમે એમની મોટેલ પર પહોંચ્યા. મોટેલ નાની; પણ દીલ મોટું! અમે કાયમી મીત્રો બની ગયા! ગુજરાતના ઘણાખરા સાહીત્યકારો એમને ત્યાં જ ઉતરે છે; લાભશંકર ઠાકર, સીતાંશુ યશશ્ચન્દ્ર, ભગવતીકુમાર શર્મા ઈત્યાદી. આવો પેટછુટો અને દીલછુટો અસ્સલ સુરતી મળવો મુશ્કેલ!

જે મીત્રો વાંચવાનું ચાલુ રાખે છે તે સૌ જુદા પડી આવે છે. વળી, આદરણીય મોરારીબાપુના ભક્તો પણ જુદા પડી આવે છે. અમેરીકાનાં હજારો ઘરોમાં બાપુને કારણે માતૃભાષા, નીર્વ્યસનીપણું અને રામાયણની સુગન્ધ ટકી રહી છે. આવાં કેટલાં ઘરો અમેરીકામાં હશે? એમની ભલમનસાઈનો ગેરલાભ લેનારા લોકોને હું બરાબર


131 of 147

અને સવારે અમે ઉઠ્યાં કે તરત એ ભુલ અંગે કડવી ચર્ચા કરી. થોડી ઉદારતા અને પરીપક્વતા સાથે વહુને જીતી લેવાની કળા બા પાસે ન હતી. બન્ને પ્રીયજનો વચ્ચે ખેંચાઈ મરતા લાચાર આદમી તરીકે મેં એક નીતી રાખેલી. જેનો વાંક જણાય તેને સ્પષ્ટ કહેવું અને એમાં જરા પણ પક્ષપાત કરવો નહીં. અવંતીકાએ બે-ત્રણ વખત બાની માફી માગેલી. બાને હું જે લાગે તે કહેતો અને વાત પુરી થતી. પ્રત્યેક ઘરે સાસુ-વહુ વચ્ચે થોડીક તાણ રહેતી હોય છે; પરંતુ અમારા જેવા સંસ્કારી પરીવારમાં એ તાણ ક્યારેક ઉગ્રતા ધારણ કરતી


131 of 244